અંજારમાં શેખટીંબા નજીક પોલીસે દરોડો પાડીને એક શંકુને મોબાઈલમાં આંકડાનો જુગાર રમતો પકડી પાડ્યો હતો. તે આંકડા કાગળ પર લખીને મોબાઈલ મારફત જેને મોકલતો હતો. તે બે શંકુ વિરુદ્ધ પણ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. અંજાર પોલીસના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર અંજારના શેખટીંબા વિસ્તારમાં કોલીવાસમાં આંકડો લખીને જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને નાઝીર ઉર્ફે ધોરો આમદશા શેખ (ઉ.વ.20) (રહે. કોલીવાસ, શેખટીંબો) ને વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમાડતો પકડી પાડ્યો હતો. તો તે આંકડા લખીને મોબાઈલ મારફત જેને મોકલતો હતો. તે લતીફ શા ભચલશા શેખ (રહે. શેખટીંબો) અને હુશેની ઉર્ફે રઘુભાઈ (રહે. અંજાર) વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરીને તજવીજ હાથ ધરી હતી. પકડાયેલા નાઝીર પાસેથી એક મોબાઈલ, એક્ટીવા મળીને કુલ 42,780નો મુદામાલ જપ્ત કર્યો હતો.