Skip to content
ગાંધીધામ : છેતરપીંડીના ગુનાના નાસ્તા ફરતા ઈસમને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પોલીસ મહાનીરીક્ષ ડી.બી.વાઘેલા બોર્ડર રેન્જ ભુજ તથા પરીક્ષીતા રાઠોડ સા. પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ પુર્વ કચ્છ જિલ્લામાં નાસતા ફરતા ઇસમો પકડવાની સુચના અન્વયે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ફસ્ટ ગુના નં. ૩૧૬/૯૯ ઈ.પી.કો કલમ મુજબના ગુના કામે નાસ્તો ફરતો ઈસમ વિક્રમસિંહ પ્રભુસિંહ રાઠોડ (ઉ.વ. પ૧) રહે. શાંતીધામ વર્ષામેડી તા. અંજાર મુળ રહે. ગુલગાવ તા.કેકડી જી. અજમેર રાજસ્થાનવાળાને સદર ગુના કામે બપોરના અરસામાં ખારીરોહર ત્રણ રસ્તા ઓવરબ્રીજ પાસેથી ધરપકડ કરી ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોર્ડ પુર્વ કચ્છ ગાંધીધામ પીએસઆઈ એચ.એમ. પટેલ તથા એ.એસ.આઈ, દિપકભાઈ શર્મા તથા પો.હેડ કો જયપ્રકાશ અબોટી તથા રામદેવસિંહ ઝાલા તથા પો.કોન્સ. બાબુભાઈ કલોતરા જોડાયા હતા.