સાસુને માર મારવાના કેસમાં પુત્રવધૂ નિર્દોષ જાહેર

copy image

સાસુને માર મારવાના પ્રકરણમાં પુત્રવધૂને નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે. આ મામલે વર્તુળોમાથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે ગાંધીધામના રહેવાસી મહિલાએ તેમના પુત્રવધૂ વિરુદ્ધ ઓક્ટોબર – 2021માં પોલીસ મથકે ફરિયાદ દાખલ કરેલ હતી. જે અનુસાર ફરિયાદીની પુત્રવધૂએ તેમના સાથે બોલાચાલી કરી માર માર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે આ કેસમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો આદેશ કર્યો હતો.