મુંદરા વિસ્તારમાં કુરિયર એજન્સી મારફતે માદક પદાર્થની હેરાફેરીની પ્રવૃતિનો પર્દાફાશ કરતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ-ભુજ
copy image

અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. (ગુ.રા) અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ,ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ એન.ડી.પી.એસ. ની પ્રવૃતિ સાથે સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જેથી એન.ડી.પી.એસ.ની બદી સદંતર નાબુદ કરવા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે.એમ.ગઢવીનાઓએ તાબાના કર્મચારી ઓને સુચના આપેલ હોઇ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા.
દરમ્યાન ગઇ તા.૧૩/૦૨/૨૦૨૫ના રોજ એસ.ઓ.જી. ના પો.હેડ.કોન્સ ચેતનસિંહ જાડેજા તથા રઘુવીરસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ઉમિયાનગર મુંદરા ખાતે આવેલ Delhivery Limited નામની કૂરિયર સર્વિસમાં ગાંજાનો જથ્થો એક પાર્સલમાં આવેલ છે અને આ પાર્સલ હજુ પણ આ કૂરિયર સર્વિસની ઓફિસે પડેલ છે. જેથી તુરંત જરૂરી વર્ક આઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા ઘણા ટાઈમથી પડી રહેલ એક પાર્સલમાંથી ૧૦ પેકેટ માદક પદાર્થ ગાંજો જેનું વજન ૧૦.૧૪૯ કોલીગાર્મ કી.રૂ.૧,૦૧,૪૯૦/- નાં માદક પદાર્થ ગાંજો પકડી પાડી પાડી કૂરિયર મારફતે માદક પદાર્થે ગાંજો મોકલનાર તથા મંગાવનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ મુંદરા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
- આરોપીની વિગત-
(१) સેંડિંગ એન્ડ રીટર્ન એડ્રેસ Hotal S A King Plaza, near hanuman mandir, Balangir, Orissa, India, 767001 થી કુરીયર મારફતે ગાંજાનો જથ્થો મોકલનાર અજાણ્યો વ્યક્તિ.
(2) Delhivery Limited કુરીયર સર્વિસ મારફતે ગાંજાનો જથ્થો મંગાવના અજાણ્યો વ્યક્તિ
- પકડાયેલ મદામાલની વિગત-
(૧) માદક પદાર્થ ગાંજો જેનું વજન ૧૦.૧૪૯ કિલોગ્રામ, કિ.રૂ. ૧,૦૧,૪૯૦/-
- કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-
એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી, તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એન.ડી.જાડેજા, સાહેબ, તથા પો.હેડ.કોન્સ ચેતનસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, રઝાકભાઈ સોતા, ભાવેશભાઈ ચૌધરી, ડ્રા.પો.હેડ કોન્સ મહિપતસિંહ સોલંકીનાઓએ કરેલ છે.