ગાંધીધામના વાલી સાથે 65 લાખની છેતરપિંડી આચારનાર આરોપી શખ્સ પોલીસના સકંજામાં

copy image

ગાંધીધામના વાલી સાથે 65 લાખની છેતરપિંડી આચારનાર આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વડોદરામાં ગોત્રી મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાનાથી ગાંધીધામમાં શ્રમિક કામ કરતા વાલીને વિશ્વાસમાં લઇ 65 લાખ પડાવી લેવાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે આ કેસમાં પોતાને ડોક્ટર બતાવનાર શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે. આ મામલે ગાંધીધામમાં રહેતા રમેશભાઇ મકવાણા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જે અનુસાર આરોપી શખ્સે ફરિયાદીના પુત્રને મેડિકલ કોલેજમાં પ્રવેશ આપવાની ખાત્રી આપી હતી ઉપરાંત પોતે ડોકટરની હોવાનું જણાવી શ્રેય દેસાઈ અને હિમાંશુ પટેલ નામના શખ્સો સાથે પણ ઓળખ કરાવેલ હતી. આરોપી શખ્સે ફરિયાદી સાથે પ્રવેશ આપવા માટે રૂા.65 લાખ નક્કી કર્યા હતા. રકમ ચૂકવી દીધા બાદ આરોપી શખ્સે જુદા જુદા વાયદાઓ કર્યા હતા. બાદમાં નાણાં પરત ન મળતાં આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ કેસમાં પોલીસે અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને હાલ વધુ એક શખ્સને દબોચી લેવામાં આવેલ છે.