રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી : દસમા ધોરણના વિધાર્થીએ સહપાઠીને છરીના ઘા ઝીંકયા

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ગુજરાતના રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીએ શાળામાં છરી લઈ ગયેલ હતો ઉપરાંત અન્ય વિદ્યાર્થીને છરીના ઘા ઝીંકી દીધા હતા. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં ઘાયલ થયેલ વિધાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે. આ તમામ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ત્યારે પોલીસે આ બનાવ અંગે છાનબીન શરૂ કરી દીધી છે.