વડોદરા રેલવે પોલીસે પોલિસે 18 કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
copy image

વડોદરા રેલવે પોલીસે ઓડિશાથી લઈ આવેલ ગાંજા સાથે એક શખ્સને દબોચી લીધો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર કોઈ શખ્સ શંકાસ્પદ જણાતા આ યુવાનને બિસિકેશન બેહેરધેલાઇની ટ્રોલી બેગની રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન તેમાંથી ગાંજો નીકળી પડ્યો હતો. પોલિસે આ બેગમાંથી 18 કિલો ગાંજાનો જથ્થો કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.