“બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત ભુજ તાલુકાના નાગોર ગામની પ્રા.શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ શિબિર યોજાઇ

કચ્છ જિલ્લામાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના અધ્યક્ષ કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીના નેજા હેઠળ “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનની ટીમ દ્વારા ભુજ તાલુકાના નાગોર ગામની પ્રાથમિક શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ શિબિરમાં DHEWના સ્પેશિયલ ફાઇનાન્સીયલ ઇન લીટ્રેસી શ્રી પૂજાબેન પરમાર દ્વારા વિદ્યાર્થિનીઓને માનસિક સ્વાસ્થ્ય વિષે તથા સખી વન સ્ટોપ સેન્ટરના પેરામેડીકલ શ્રી વર્ષાબેન બાંભણીયા દ્વારા સેન્ટર અંગેની માહિતી આપવામાં આવી હતી. નાગોર ગામના પાલક માતા પિતા યોજનાના ચાર લાભાર્થી દીકરીઓને એજયુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી મનુભા સોઢા શિક્ષકગણ ભાવિકા પ્રજાપતિ ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થિનીઓ સહભાગી બન્યા હતા.