દ્વારકામાં રખડતાં ઢોરે હડફેટમાં લેતા યુવાને જીવ ગુમાવ્યો

copy image

copy image

ગુજરાતના  દ્વારકામાંથી  દુ:ખદ બનાવ સામે આવી રહ્યો છે જેમાં દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં રખડતાં ઢોરે એક યુવાનનો જીવ લીધો છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખંભાળિયા ચાર રસ્તા વિસ્તારમાં નવી કોર્ટ બિલ્ડીંગ સામેના મેઇન રોડ પર આ ગોઝારો બનાવ બન્યો છે. અહી રખડતા ઢોરે યુવાનને અડફેટમાં લીધો હતો.  હતભાગી એક્ટિવા લઈને જઈ રહ્યો હતો તે સમયે રખડતાં ઢોરે યુવાનને અડફેટમાં લીધો હતો. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે તેનું મોત થયું હતું.