કચ્છના સરહદીય વિસ્તાર ગુનેરી મધ્યે સાંસદશ્રી દ્વારા રંગોત્સવ ની ઉજવણી કરવામાં આવી


અનિષ્ટ પર ઈસ્ટનો વિજય એ હોલીકાતસ્વ અને તેને ઉજવવા માટે રંગોત્સવ. નાના ભૂલકાં થી લઇ અબાલ વૃધ્ધજનો સૌ મન મુકી આનંદોત્સવ ને ઉજવે છે. કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપા ના મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડા આજે સરહદ ના સેઢે આવેલ લખપત તાલુકાનાં ગુનેરી ગામે નાના ભુલકા, સામાજીક અને રાજકીય સાથીઓ સ્નેહીજનો, શુભેચ્છકો સાથે
અબીલ ગુલાલ ઉડાવી આનંદોત્સવ મનાવ્યો હતો. નાની બાળાઓ, નાના ભુલકાઓ ને શૈક્ષણિક કીટ વિતરણ કરી રંગ ઉડાવી આનંદ ની પળો ના પ્રત્યક્ષ સાક્ષી બન્યા હતા. રંગોત્સ્વમાં યુવાનો, મહિલાઓ, બાળકો સૌએ ભગવાન પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રંગોત્સવમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લખપત તાલુકા ભાજપ પ્રમુખ ગણપતભાઈ રાજગોર, લખપત તા.પ. પ્રમુખ જશુભા જાડેજા, લખપત તા.પ. ઉપ પ્રમુખશ્રી
રાજુભાઇ સરદાર, જિલ્લા યુવા ભાજપ પ્રમુખશ્રી તાપસભાઈ શાહ, સર્વેશ્રી અશોકભાઇ સોલંકી, જગદીશભાઈ ખોખર, નરેન્દ્રસિંહ જાડેજા, દેવાજી જાડેજા, મોહબતસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, જીવણભાઇ મારવાડા, વિક્રમસિંહ સોઢા, મયુરભાઇ વાઘેલા, હરીસિંહ રાઠોડ, ચંદનસિંહ રાઠોડ, માનસંગજી જાડેજા, રતનજી જાડેજા, જેઠાજી જાડેજા, નારાણભાઇ ખોખર, હંસરાજભાઇ ખોખર, પુનશીભાઇ ખોખર, મનુભાઇ ખોખર, દેવજીભાઇ ખોખર, ખેંગારજી જાડેજા, નારાણજી જાડેજા, વિશાજી જાડેજા, ખાનજી જાડેજા તથા ગુનેરી ગ્રામજનો જોડાયા હતા.