ખારાઈ નજીકથી ક્ષમતા કરતાં વધુ બેન્ટોનાઈટ ભરેલી ટ્રકને ઝડપી પાડતી એલસીબી ટીમ

લખપત ખાતે આવેલ ખારાઈ નજીક અલ્ટ્રા કંપનીના માઈન્સ ગેટ નજીકથી ક્ષમતા કરતાં વધુ બેન્ટોનાઈટ ભરેલી ટ્રકને એલસીબીની ટીમે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીની ટીમ લખપત તાલુકામાં વાહન ચેકિંગમાં હતી, તે દરમ્યાન ખારાઈ નજીક બેન્ટોનાઈટ (ખનિજ) ભરેલી ટ્રકને અટકાવી તપાસ હાથ ધરવામાં આવેલ હતી જેમાં પાસ-પરમીટ તપાસતાં તેમાં ચાર ટન વધુ બેન્ટોનાઈટ (ખનિજ) ભરેલ મળી આવતાં વાહન કબ્જે કરી આગની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે.