રાજસ્થાનથી આવેલ બસમાંથી શરાબની 312 બોટલ નીકળી પડતાં ચાલાકની અટક

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

copy image

પધ્ધર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, બાડમેરથી ભુજ આવતી આશાપુરા ટ્રાવેલ્સની બસમાં વેચાણ અર્થે શરાબનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલ બાતમીના આધારે પોલીસે કુકમાના લેર ત્રણ રસ્તા નજીક કાર્યવાહી હાથ ધરી હતી અને બાતમી વાળી બસ આવતા તેની તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ બસમાંથી અલગ અલગ બ્રાન્ડના શરાબની કુલ 312 બોટલ નીકળી પડી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી બસના ચાલકની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.