ફતેહગઢ નજીક નર્મદા કેનાલમાં યુવાન ડૂબી ગયો હોવાની શંકા સાથે તપાસનો દોર જારી

police_stationnn

copy image

copy image

રાપર ખાતે આવેલ ફતેહગઢ નજીક નર્મદા કેનાલમાં યુવાન ડૂબી ગયો હોવાની શંકા સાથે કાર્યવાહીનો દોર શરૂ કરી દેવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે બપોરના સમયે યુવાન કેનાલમાં પડયો હોવાની ટેલીફોનિક માહિતી પોલીસને પ્રાપ્ત થઈ હતી. તેથી તુરંત તરવૈયાઓને  બોલાવીને શોધખોળ શરૂ કરી દેવામાં આવેલ હતી. હાલ સુધીમાં કોઈ એવા સંકેત પોલીસને મળ્યા નથી. હાલમાં તપાસનો દોર જારી રાખવામા આવેલ છે.