મહાકુંભમાં ફરી એક વખત આગ ભભૂકી ઉઠી
copy image

ફરી એક વખત મહાકુંભમાં મોટી આગ ભભૂકી ઉઠવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મહાકુંભ વિસ્તારના સેક્ટર-18 અને 19માં લવકુશ આશ્રમની છાવણી સહિત અનેક પંડાલો આ આગનો બનાવ બન્યો હતો. જાણવા મળી રહ્યું છે કે વિસ્ફોટને કારણે આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં કેટલાક paandaaલ બાલી ભશ્મ થઈ ગયા છે. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડની અનેક ગાડીઓ અને પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે તાત્કાલિક ધસી ગઈ હતી. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. આગના આ બનાવમાં અનાજ, નોટના બે થેલા નષ્ટ થઈ ગયા છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.