ચેક પરત ફરવાના કેસમાં આરોપી છ માસ માટે જેલમાં ધકેલાયો

copy image

ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સને છ માસની કેદની સજા ફટકારવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી ઈશમે બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાંથી છ લાખની લોન લીધેલ હતી જે પેટે ખાતાની બાકી નીકળતી રકમ રૂ. આઠ લાખનો ચેક આરોપીએ બેંકને જમા કરાવેલ હતો. આ ચેક પરત ફરતા બેન્ક દ્વારા ભચાઉ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવવામાં આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવી છ મહિનાની સાદી કેદની સજા અને રૂા.8.10 લાખનો દંડ અને જો દંડ ન ભરે, તો વધુ ત્રણ મહિનાની સાદી કેદની સજાનો હુકમ જાહેર કર્યો છે.