ખાવડા માર્ગ પરથી ગેરકાયદે રીતે ડીઝલ વેચતા ત્રણ ઈશમોને પકડી પાડતી એલસીબી ટીમ

copy image

ખાવડા માર્ગ પરથી ગેરકાયદે રીતે ડીઝલ વેચતા ત્રણ ઈશમોને પોલીસે શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રૂદ્રાણી કૃપા હોટલમાં શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે અમુક ઈશમો હાજર છે. એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ અને ભાડે આપેલી રૂદ્રાણી કૃપા હોટલ પરથી શંકાસ્પદ 220 લીટર ડીઝલ કિં. રૂા. 19,800 અને આ જ રીતે ભાડે રાખેલ મહા રૂદ્રાણી હોટલ પરથી અન્ય ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.