રાજકોટમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો

copy image

copy image

રાજકોટ ખાતે આવેલ પુર શહેરમાંથી ફરી એક વખત બોગસ ડોક્ટર ઝડપાયો હોવાના અહેવાલ સામે આવી રહયા છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહયા છે, રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાથ ધરવામાં આવે કાર્યવાહી દરમ્યાન જેતપુરના વિસ્તારમાં કોઈપણ જાતની માન્ય મેડિકલ ડિગ્રી કે રજિસ્ટ્રેશન વગર એક શખ્સ દવાખાનું ખોલીને એલોપેથિક પદ્ધતિથી લોકોની સારવાર કરનાર આ શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.