ડીસામાં એસઓજીનો સપાટો : ૬ કિલો ગાંજા સાથે ગવાડીના ઈસમની અટકાયત

ડીસાના ગવાડી વિસ્તારમાંથી એસ.ઓ.જી પોલીસે ૬ કિલો ૪૯૧ ગ્રામ ગાંજો પકડ્યો હતો. એસ.ઓ.જી એ રોકડ તેમજ ગાંજાની કિંમત મળી ૮૭,૪૧૦નો મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી લીધી હતી. ડીસાના ગવાડી તીનબત્તી વિસ્તારમાં રહેતા ઇસ્માઇલ ઇબ્રાહિમભાઈ શેખના રહેણાક મકાનમાં ગાંજો પડ્‌યો હોવાની બાતમી મળત એસ.ઓ.જીની ટીમે અચાનક રેડ કરી હતી. આ દરમ્યાન એસ.ઓ.જી.એ રેડ કરતા ઘટના સ્થળેથી ૬ કિલો ૪૯૧ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેથી એસ.ઓ.જી પોલીસે રોકડ ૨૪,૫૦૦ તથા ગાંજાની કિંમત ૬૪,૯૧૦ મળી કુલ ૮૭,૪૧૦નો મુદ્દામાલ પકડી લીધો હતો. ઉપરાંત એસ.ઓ.જી. પોલીસે ઇસ્માઇલ ઈબ્રાહીમભાઈ શેખને પકડી લીધો હતો. બાદમાં એસ.ઓ.જી. પોલીસે આ ઈસમ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો. તે સહિતના સવાલોના જવાબો મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *