જૂનાગઢ લીરબાઈપરાના પડતર મકાનમાં વિદેશી દારૂનો 13 પેટી જથ્થો પકડાયો

જૂનાગઢ ડિવિઝન પોલીસ ઈન્સ. આર.એમ.ચૌહાણ પોલસી સબ ઈન્સ. એન.કે.વાજા, પોલીસ હેડ કોન્સ. મેહુલભાઈ ભાણજીભાઈ પંકજભાઈ લાલજીભાઈ, પોલીસ કોન્સ. સંજયસિંહ મનુભાઈ તથા રવિન્દ્રસિંહ હમીરભાઈ વગેરે પોલીસ સ્ટેશનમાં હાજર હતા અને અત્રે પોલીસ સ્ટેશન હેઠળના પ્રોહિબિશન ગુનાના શખ્સ દવા હદાભાઈ છલાણા રબારી ઉ.વ.25 રહે.જૂનાગઢ લીરબાઈપરા પ્રોહી મુદામાલ બાબતે પૂછપરછ કરતા પોતે મુદામાલ જે જગ્યાએથી ભરેલ હોય તે જગ્યા બતાવતા જૂનાગઢ લીરબાઈપરા રામચોકની બાજુમાં આવેલ પડતર મકાનમાં તલાશી કરતા ઈગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડમાંથી પેટી નંગ 13 બોટલ નંગ 156 કિંમત રૂ.62,400નો મુદામાલ મળી આવેલ અને દારૂ દવા હદાભાઈ છલાણા તથા પુજા મેર શામળા રહે.જૂનાગઢ વાળાઓએ રાખ્યો હોવાનું ખુલ્યું હતું. શખ્સ પુજા મેરા હાજર નહી મળી આવતા આગળની તપાસ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *