ઓનલાઇન નાણાકિય છેતરપીંડીમા ગયેલ પુરેપૂરી રકમ રૂ.૧,૧૩,૯૭૫/-ફ્રીઝ કરાવી અરજદારને પરત અપાવતી દયાપર પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક
શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી. ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણાનાઓ દ્રારા સાયબર ક્રાઇમના ગુન્હા અટકાવવા તથા શોધવા અંગેની સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અંગે પો.ઇન્સશ્રી.વી.વી ભોલાનાઓએ કાર્યવાહી હાથ ધરેલ.
જેમાં પો.હેડ કોન્સ. અજયભાઇ એસ દેસાઇનાઓએ અરજદારશ્રી સહેનાઝબેન વા/ઓ હબીબભાઇ નોતીયાર ઉવ-૨૨ ધંધો- કાપડનો વેપાર રહે- દયાપર તા-લખપતવાળી સાથે થયેલ ફ્રોડની પુરેપુરી રકમ રૂ.૧,૧૩,૯૭૫/- પરત અપાવી સરાહનીય કામગીરી કરેલ. આ કામની હકીકત એવી છે કે, અરજદારશ્રીને એક મોબાઇલ ઉપરથી મહીલાનો ફોન આવેલ અને જણાવેલ કે હું કાપડની વેપારી છુ તમારે કપડા લેવા હોય તો કપડાની ડીઝાઇન મોકલુ તેવી વાત કરી કાપડની ડીઝાઇન મોકલેલ અને ત્યારબાદ અરજદારશ્રીએ રૂ-૧,૧૩,૯૭૫,/- રૂપીયા ગુગલ પે થી નાખેલ બાદ અરજદારશ્રીને કાપડ ન મળતા અરજદારશ્રીને પોતાની સાથે ફ્રોડ થયાનુ જણાઇ આવતા તેઓએ તુરંત દયાપર પોલીસનો સંપર્ક કરતાં દયાપર પોલીસ દ્વારા આ બનાવમાં ભોગબનનારને તાત્કાલીક મદદરૂપ થઇ પત્રવ્યવહાર તથા ટેકનીકલ રીસોર્સના આધારે અરજદારશ્રીની ગયેલ પુરેપુરી રકમ રૂ.૧,૧૩,૯૭૫/- અરજદારશ્રીના અકાઉન્ટમાં પરત અપાવેલ.
સાવચેતીઓ
કોઇપણ મિત્ર તેના ફેસબુક/ઇન્સ્ટાગ્રામ મેસેન્જર, વોટ્સએપ તેમજ અજાણ્યા નંબરથી ફોન દ્રારા રૂપીયાની માંગણી કરે તો રૂપિયા મોકલતા પહેલા તે મિત્રની ઓળખ કરી તેના મોબાઇલ નંબર પર તેની ખરાઇ કરવી.
કોઇપણ બેંક/મોબાઇલ કંપની માંથી ફોન કોલ આવે તો કોઇપણ જાતના બેંક અકાઉન્ટ તથા OTP ની માહીતી શેર કરવી નહી
કોઇ અજાણ્યા મોબાઇલ નંબરથી ફોન આવેથી મોબાઇલમાં કોઇપણ એપ્લીકેશન (3.EL. Team Viewer, Any Desk) ડાઉનલોડ/ઇન્સ્ટોલ કરવી નહી
અજાણી સ્ત્રીના ફોટાવાળી ફેસબુકમા ફ્રેન્ડ રીકવેસ્ટ એકસેપ્ટ કરવી નહી.
કોઇપણ ચીજવસ્તુની ઓનલાઇન ખરીદી વખતે ઓફીસીયલ વેબસાઇટની ખરાઇ કરીને જ ખરીદી કરવી.
સસ્તા સોનાના નામે ઇન્ડીયા માર્ટમાં જાહેરાત આવે તો લાલચમાં આવવું નહી અજાણ્યા મોબાઇલ નંબર પરથી આવેલ કોઇપણ જાતની લીંક ઓપન કરવી નહી.
ભોગબનનારે કરવાની કાર્યવાહી
તમો ઓનલાઇન ફ્રોડનો ભોગ બનો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર -૧૯૩૦ પર કોલ કરવો.
તેમજ નજીકના પોલીસ સ્ટેશન/સાયબર સેલ શાખાનો સંપર્ક કરવો અને તમારા ફ્રોડ થયેલ બેંક ખાતાની સંપર્ણ વિગતો આપવી.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
પો. ઇન્સ. શ્રી વી.વી.ભોલા તથા દયાપર પોલીસ સ્ટાફના પો.હેડ.કોન્સ અજયભાઇ એસ દેસાઇ તથા એલ.આર.પી.સી ગોપીચંદ આર. રાણા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.