લુંટની કોશિશના ગુનામાં સંડોવાયેલ આરોપી તેમજ ગુના કામે ઉપયોગમા લીધેલ વાહનોને ગણતરીના દિવસોમા પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

ગઈ તારીખ ૦૯/૦૨/૨૦૨૬ના રોજ મુંદરા શહેર મધ્યે આવેલ જવેલર્સની દુકાનમા લુંટની કોશિશનો બનાવ બનેલ જે બાબતે મુંદરા પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૫૦૩૨૨૬૦૧૮૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ- ૩૦૯(૬),૩૧૨,૩૩૩ વિ. મુજબનો ગુન્હો દાખલ થયેલ.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સદર ગુંના કામેના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ.
જે સુચના અને માર્ગદર્શન મુજબ આ ગુના કામેના આરોપીઓને પકડી પાડવા સારૂ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા એસ.ઓ.જી બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર સાહેબ તથા મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.રાણા સાહેબ તથા એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓ દ્વારા એલ.સી.બી., પ.કચ્છ-ભુજ તેમજ એસ.ઓ.જી. પ.કચ્છ-ભુજ તેમજ મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીશ્રીઓ તથા પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી હ્યુમનશોર્ષ તેમજ ટેકનીકલ શોર્ષથી પ્રયત્નશીલ હતા તે દરમ્યાન આ ગુનામાં ઉપયોગ થયેલ રીક્ષા નં. GJ-12-BU-7997 તથા ડીલક્ષ મો.સા. નં. GJ-12-HB-7158 તથા ટી.વી.એસ.રાઇડર મો.સા. નં. GJ-12-HB-2698 વાળીની તપાસ કરતાં જે રીક્ષાનો ચાલક જી.આઇ.ડી.સી. આવાસ ભુજ મધ્યેથી મળી આવેલ. જે મજકુર ઇસમની પુછપરછ કરતાં ઉપરોકત ગુના કામે સહ આરોપીઓ ભેગા મળી ગુનાહીત કાવતરૂ રચી બનાવને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ જેથી ગુનામાં ઉપયોગમાં લીધેલ વાહનનો સાથે આરોપીને ઉપરોકત ગુના કામે હસ્તગત કરી BNSS ની કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
- કબ્જે કરેલ મુદામાલ
- ડીલક્ષ મો.સા. રજી.નં. GJ-12-HB-7158
टी.वी.येस.८४८२ मो.सा. २७.नं. GJ-12-HB-2698
रीक्षा २४.नं. GJ-12-BU-7997
खेऽसेस २४.नं.GJ-12-HF-6585
- પકડાયેલ આરોપી
- ગીતમસિંહ હીરાસિંહ ઠાકુર ઉ.વ.૪૨ રહે.હાલે હંગામી આવાસ જી.આઇ.ડી.સી. ભુજ મુળ રહે.ગામ-બસઇ તા. રાજાખેડા જી.ધોલપુર (રાજસ્થાન)