ભુજ ખાતે મહા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

શોભાયાત્રામાં ભગવાન મહાદેવના જીવનચરિત્ર પર આધારિત વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. અલગ-અલગ આકર્ષક ફ્લોટ્સમાં શિવ મહિમાનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારા, બેન્ડ પાર્ટી અને ડીજેના તાલે શિવભક્તો ઝૂમી ઉઠ્યા હતા….મહાદેવના ભવ્ય ફ્લોટ્સ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મોટી સંખ્યામાં શિવભક્તો શોભાયાત્રામાં જોડાતા સમગ્ર શહેર ભક્તિમય બન્યું હતું. ભુજ શહેરના રાજમાર્ગો ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા.
ભુજના પારેશ્વર ચોકથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું…શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભુજમાં મહા શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી..