Skip to content
જૂનાગઢમાં આઝાદ ચોકમાં એ ડીવીજન પોલીસ સ્ટેશનની સામે જ એક ઓફિસમાં ક્રિકેટનો સટ્ટો ચાલતો હોવાનો પર્દાફશ થયો છે. એસઓજીએ દરોડો પાડીને સાત ઈસમને રોકડ સહિત ૮૧ હજારના મુદામાલ સાથે પકડી પાડી તપાસ હાથ ધરી હતી. જૂનાગઢ એસઓજી ઇન્ચાર્જ પીઆઈ જે.એમ.વાળા સહિતના સ્ટાફે બાતમીના આધારે આઝાદ ચોકમાં આવેલ પોસ્ટ ઓફિસની બાજુમાં વ્રજ વલ્લભ ચેમ્બરમાં ઓફિસ ધરાવતા સાગર મહેશ લાઢીગરાને ત્યા દરોડો કર્યો હતો. અહી ઇસમો સાગર ઉપરાંત પંકજ ઉર્ફે પપ્પુ કાંતિલાલ, જીગર પુષ્કરરાય ગઢિયા, વિપુલ ચુનીલાલ પોપટ, નૌશાદ મહમદ હુશેન પીરવાણી, વિજય જગદીશ ગૌસ્વામી, હિતેશ જેઠસુર બસીયા નામના સાત ઈસમ આઈપીએલ ક્રિકેટનો સટો રમાડતા હતા. પોલીસે સ્થળ ઉપરથી ૨૦ હજાર રોકડા, મોબાઈલ અને ત્રણ બાઈક સહિત કુલ રૂપિયા ૮૧,૨૬૫ નો મુદામાલ જપ્ત કરીને તપાસ હાથ ધરી હતી.