છોટાઉદેપુર એલસીબીએ બે સ્થળેથી ૩૧ હજારનો શરાબ પકડ્યો

છોટાઉદેપુર એલસીબી દ્વારા રૂ.૩૧,૩૪૦ના વિદેશી શરાબ સાથે કુલ કિંમત રૂ.૪,૧૭,૩૯૦ ના પ્રોહી મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની અટક કરવામાં આવી હતી. છોટાઉદેપુર એલસીબી સ્ટાફે બાતમી આધારે રંગપુર નાકા નજીક કારમાંથી વિદેશી શરાબની કુલ બોટલ નંગ ૮૪ કિંતમ રૂ.૨૫,૩૨૦ તથા શરાબની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ સેલેરયા કારની કિંમત રૂ.૩,૫૦,૦૦૦ મળી કુલ કિંમત રૂ.૩,૭૫,૮૨૦ ના મુદ્દામાલ સાથે શખ્સ સાહિસસિંહ વિક્રમસિંહ પરમાર રહે શ્રીજી સોસાયટી પશુ દવાખાના સામે તા. જી. છોટાઉદેપુરનાઓની અટક કરવામાં આવેલ છે. એજ રીતે સ્ટાફના માણસો ધંધોડા ગામે વાહન ચેકીંગમાં હતા દરમિયાન એક પેશન પ્રો મોટર સાયકલ ઉપર બે શખસો દ્વારા લઇ જવાતા દારૃની બોટલ નંગ-૨૬ કિંમત રૂ.૬,૦૨૦ તથા શરાબની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મોટર સાયકલની કિંમત રૂ.૩૦,૦૦૦ તેમજ અંગ ઝડતીમાંથી મળેલ રોકડ રકમ તથા મોબાઇલ ફોન નં ૨ મળી કુલ કિંમત રૂ.૪૧,૫૭૦ ના મુદ્દામાલ સાથે મીતેશભાઇ કાન્તીભાઇ વસાવા તથા વિજયભાઇ નટુભાઇ વસાવા બંને રહે.કંબોલા વસાવા ફળીયુ તા. કરજણ, જી. વડોદરા નાઓની અટક કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *