ગુગલપુર ગામે જુગાર રમતા બે શંકુઓ પકડાયા

વાઘોડિયા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, વાઘોડિયા તાલુકાના ગુગલપુર ગામે તળાવ નજીક જુગાર રમાઇ રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર દરોડો કરતા જુગાર રમતા ૨ શંકુ પકડાઈ ગયા હતા. જેમાં સંજયકુમાર શામળભાઇ રોહિત રહે. દિયા જ્યોત કોલોની જલારામનગર, ગુગલીયાપુરા તથા કમલેશભાઇ શંકરભાઇ પરમાર રહે. તરસવા, મોટુ ફળીયુ તા. વાઘોડિયાનાઓ પોલીસના હાથે રંગે હાથ પકડાઈ ગયા છે. ત્રીજો શંકુ નામે અલ્પેશભાઇ રહે. ભાગાપુરા નાઓ સ્થળ ઉપરથી નાશી ગયો હતો. જ્યારે પોલીસે ઝડપાયેલા આ બંને શંકુની તપાસ કરતાં દાવ ઉપર મુકેલા રૂ.૫,૩૩૦ તથા અંગ ઝડતી દરમિયાન રૂ.5,000  તથા ૧ મોબાઇલ જેની કિંમત રૂ.2,000 તથા ૩ મોટર સાયકલ જેની કિંમત રૂ.45,000 મળી કુલ રૂ.૫૭,૩૩૦ નો મુદ્દામાલ સાથે આ બંને શંકુની પોલીસે અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *