કિડાણામાં 41 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ કિડાણામાં 41 વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કિડાણાની પિન્કસિટી સોસાયટીમાં રહેનાર હતભાગી ગત દિવસે બપોર પહેલાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હતભાગીએ થોડા સમય પહેલાં નોકરી મૂકી દીધી હતી. બાદમાં ગત દિવસે તે પોતાની ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.