પડાણા નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત : ચાર ઘાયલ
copy image

પડાણા નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે અન્ય ચાર ઘાયલ થયા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ – ભચાઉ ધોરીમાર્ગ પર પડાણા સીમ મિની પંજાબી હોટેલની સામે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મીઠીરોહરમાં રહેનાર ફરિયાદી તથા તેમના મિત્રો કારમાં પોતાના ગામથી પડાણા તરફ ગયેલ હતા. તે સમયે વચ્ચે કોઈ કોઇ પશુ આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં કારચાલકે કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઇડરમાં અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. આ બનાવમાં એક નું મોત થયું હતું તેમજ અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા.