પાનધ્રોમાં  57 વર્ષીય પ્રૌઢનું  સીડી ચડવા દરમ્યાન પડી જવાના કારણે માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોંચતા મોત

dead-body-floor-60202053

copy image

copy image

લખપત ખાતે આવેલ પાનધ્રોમાં રહેતા 57 વર્ષીય પ્રૌઢનું  સીડી ચડવા દરમ્યાન પડી જવાના કારણે માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પાનધ્રોમાં રહેતા નરેન્દ્રસિંહ ગત દિવસે સવારે પોતાના ઘરે હાજર હતા ત્યારે સીડી ચડતી વેળાએ પડી જતાં માથાંમાં ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી. આ બનાવમાં ઘાયલ થયેલ આ શખ્સને હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર દરમ્યાન તેમનુ મોત થયું હતું.