જળસંપત્તિ વિભાગ માટે કુલ ₹૧૩,૩૬૬ કરોડની જોગવાઇ
દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે ₹૧૩૩૪ કરોડ, સૌની યોજના માટે ₹૮૧૩ કરોડ તથા કચ્છ માટેની યોજના હેતુ ₹૧૪૦૦ કરોડ એમ કુલ ₹૩૫૪૭ કરોડની જોગવાઇ.
હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે ₹૧૫૨૨ કરોડની જોગવાઇ.
ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીને રોકવા અંદાજે ૧ લાખ ૮૭ હજાર કરતાં વધુ ચેકડેમોનાં બાંધકામ કરવામાં આવેલ છે. જેને આગળ વધારતા આગામી વર્ષે ૩૨૬ મોટા ચેકડેમો-વિયર બાંધવા ₹૮૩૨ કરોડની જોગવાઇ.
સાબરમતી નદી પર કુલ ૧૪ વિયર-બેરેજ બનાવવાના કરેલ આયોજનમાં પાંચ વિયર-બેરેજનાં કામો પૂર્ણ થયેલ છે જયારે ૩ કામો પ્રગતિ હેઠળ છે. બાકી રહેતા ૬ કામો પૂર્ણ કરવા ₹૭૫૦ કરોડની જોગવાઇ.
જળાશય આધારીત ઉદ્વહન સિંચાઇ યોજના માટે ₹૮૧૩ કરોડની જોગવાઇ. જે પૈકી આદિજાતિ વિસ્તારમાં ₹૫૪૮ કરોડની જોગવાઇ.
ડેમ સેફટી માટે ₹૫૦૧ કરોડની જોગવાઇ.
ભૂગર્ભજળ રીચાર્જ માટે જનભાગીદારીથી જળસંચય અભિયાનને વેગવંતુ બનાવવા ₹૧૦ કરોડની જોગવાઇ.
રાજ્ય સરકારના અનેક કાર્યક્રમો દ્વારા અત્યાર સુધીમાં ૨૪ લાખ હેક્ટરથી વધુ વિસ્તાર સૂક્ષ્મ સિંચાઇ હેઠળ આવરી લેવાયો છે. જેનાથી અંદાજે ૧૬ લાખ ખેડૂતોને લાભ મળ્યો છે.
ખેડૂતો સૂક્ષ્મ સિંચાઇનો ઉપયોગ કરીને વધુ કૃષિ ઉત્પાદન મેળવી શકે તે માટે આ બજેટમાં ₹૧૨૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જે અંદાજે
૨ લાખ હેક્ટર વિસ્તાર આવરી લેશે અને રાજ્યમાં લગભગ ૧ લાખ ૨૫ હજાર ખેડૂતોને તેનો લાભ મળશે.
ભાડભૂત યોજના સમુદ્રની ભરતીનું ખારૂ પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે. જે માટે ₹૮૭૬ કરોડની જોગવાઇ.
સરદાર સરોવર યોજના ગુજરાતની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપનાર નર્મદા યોજનાથી રાજ્યના ૧૦,૪૫૩ ગામો અને ૧૯૦ નગરોને ઘરવપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. જેના માટે ₹૫૯૭૯ કરોડની જોગવાઇ.
અમદાવાદ જીલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા માટે ₹૮૭૫ કરોડની જોગવાઇ.
નર્મદા યોજનાના કમાન્ડ એરિયાના નહેરના વિસ્તરણ વિકાસના કામો માટે ₹૫૦૧ કરોડની જોગવાઇ.
સૌરાષ્ટ્ર તથા કચ્છ શાખા નહેરના પમ્પિંગ સ્ટેશન તથા હાઇડ્રોપાવર સ્ટેશન પર કુલ ૧૪ જગ્યા પર સોલાર પ્રોજેક્ટ માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ.
નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રકચર તેમજ જાળવણીની કામગીરી માટે ₹૨૦૪ કરોડની જોગવાઇ.
દિયોદરના ૧૪ ગામો અને સાંતલપુર તાલુકાના ૧૧ ગામોના હાઈ ગ્રાઉન્ડ અનકમાન્ડ વિસ્તાર માટે લિફ્ટ-ગ્રેવિટી પાઈપલાઇન પ્રોજેક્ટ માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.