પાણી પુરવઠા પ્રભાગ


રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપનાથી લોકોને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે છે. જે રાજ્ય સરકારની મોટી સિદ્ધિ છે. રાજ્યના આદિજાતિ વિસ્તારના ૧૪ જીલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ ગામોમાં પાણી મળી રહે તે માટે અંબાજીથી ઉમરગામ સુધી વિવિઘ પાણી પુરવઠા યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે.

આદિવાસી વિસ્તારના ડાંગ જીલ્લાના કુલ ૨૭૬ ગામો તથા ૩ શહેરોનો સમાવેશ કરતી ડાંગ જીલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજીત ₹૮૬૬ કરોડના કામો પ્રગતિ હેઠળ.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા તેમજ નર્મદા આધારિત માળિયા તથા વલ્લભીપુર બ્રાંચ કેનાલ ઉપરનો આધાર ઘટાડવા માટે ઢાંકીથી માળીયા, ઢાંકીથી નાવડા અને ધરાઇ-ભેંસાણ બલ્ક પાઇપલાઇનનું આયોજન કરેલ છે. આ યોજના અંતર્ગત; ઢાંકીથી માળીયા સુધીની નવીન ૧૨૦ કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજીત ₹૧૨૦૦ કરોડના કામોનું આયોજન.

અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર જીલ્લાઓ માટેની ઢાંકીથી નાવડા સુધીની ૯૭ કિ.મી બલ્ક પાઇપલાઇનના અંદાજીત કિંમત ₹૧૦૪૪ કરોડના કામો પ્રગતિ હેઠળ.

જુનાગઢ જીલ્લા માટેની ધરાઇથી ભેંસાણ સુઘીની ૬૩ કિ.મી લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજીત રકમ ₹૩૯૨ કરોડના કામો પ્રગતિ હેઠળ.

ગાંધીનગર ખાતે સેન્ટ્રલ મોનીટરીંગ સ્ટેશન દ્વારા રીયલ ટાઇમ મોનીટરીંગ કરવા માટે કુલ ૨૨૬૩ સ્માર્ટ વોટર ફ્લોમીટર અને ૫૦૦ ઓનલાઇન કવોલીટી એનાલાઇઝર લગાડવાની કામગીરી પ્રગતિ હેઠળ.

આદિજાતિ વિસ્તારના ૧૪ જીલ્લાના ૫૩ તાલુકાના ગામોની આંતરિક પાણી પુરવઠા યોજનાઓની સુચારુ મરામત અને નિભાવણી થાય તે માટે તથા ગ્રામ પંચાયતો દ્વારા પાણી વેરાની મહત્તમ વસૂલાત કરવામાં આવે તે માટે પ્રોત્સાહક રકમ આપવા ₹૬૩ કરોડની જોગવાઇ.

પીવાના પાણીની ગુણવત્તા અને નિયમનને વઘુ સુદ્રઢ કરવા માટે તાલુકા કક્ષાએ ૧૦ નવીન લેબોરેટરીઓની સ્થાપના તથા હાલની લેબોરેટરીઓ માટે ₹૧૬ કરોડની જોગવાઇ.