બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹૪૨૮૩ કરોડની જોગવાઇ વાહન વ્યવહાર

copy image

અમારી સરકાર લોકોને ઝડપી, સુરક્ષિત, પર્યાવરણને અનુકૂળ તેમજ સુવિધાયુક્ત વાહનવ્યવહાર સેવા પૂરી પાડવા સતત કાર્યરત છે.
આધુનિક ટેકનોલોજી ધરાવતી ૧૪૫૦ ડીલક્ષ અને ૪૦૦ મીડી બસ એમ કુલ ૧૮૫૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવા માટે ₹૭૬૬ કરોડની જોગવાઇ.
મુસાફરોની સગવડતાને ધ્યાને લઇ ૨૦૦ નવી પ્રીમિયમ AC બસો અને ૧૦ કારવાન સંચાલનમાં મૂકવામાં આવશે. આ બસો થકી ૨૫ પ્રવાસી અને યાત્રાધામ સ્થળોને સાંકળવા ₹૩૬૦ કરોડની જોગવાઇ.
નવીન ડેપો-વર્કશોપ અને બસ સ્ટેશનના આધુનિકીકરણ માટે ₹૨૯૧ કરોડની જોગવાઇ.
સુરત ખાતે બની રહેલ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેકટ માટે કુલ ₹૧૮૫ કરોડની જોગવાઇ.
મુસાફરોની સલામતીને સુનિશ્ચિત કરવા એક્સપ્રેસ બસોમાં સંભવિત આકસ્મિક ઘટના પહેલા ડ્રાઇવરોને રીયલ ટાઇમ ઓડીયો-વિઝયુઅલ એલર્ટ આપવા પ્રથમ તબક્કામાં Advanced Driver Assistance System & Driver Monitoring System માટે ₹૧૩ કરોડની જોગવાઇ.
નિગમ ખાતે ડ્રાઈવર – કંડકટર – મિકેનિક તથા ક્લાર્કની કક્ષામાં કુલ મળી ૧૧ હજારથી વધુ ઉમેદવારોની ભરતી પ્રગતિમાં છે.
બંદરો પ્રભાગ ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા આશરે ૫૯૮ મિલિયન મેટ્રિક ટન છે. તેને ૨૦૪૭ સુધીમાં ૨૦૦૦ મિલિયન મેટ્રિક ટનથી વધુ કરવાનું આયોજન છે.
નવલખી અને મગદલ્લા બંદરોના વિકાસ માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ.
રાજ્યમાં પોર્ટ સિટીનો વિકાસ કરવાનું પણ આયોજન છે. આ માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.