વરસાણાની ઈસ્પાત કંપનીના વાહન પાર્કિંગમાં બે વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર હવસખોર આજીવન માટે જેલના હવાલે

copy image

copy image

 અંજાર ખાતે આવેલ વરસાણામાં  ઈસ્પાત કંપનીના વાહન પાર્કિંગમાં બે વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાના અત્યંત ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીને આજીવન માટે જેલમાં ધકેલી દેવામાં આવેલ છે. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત વર્ષ 2018માં નવેમ્બર માસમાં બન્યો હતો. વરસાણાની  ઇસ્પાત કંપનીમાં વાહન પાર્કિંગ નજીક ઝુંપડપટ્ટીમાંથી રાત્રિના 11 વાગ્યાના અરસામાં બે વર્ષની બાળકી નીકળી હતી. તે સમયે  કંપનીમાં ટેલરના ખલાસી તરીકે આરોપીએ એકલી  બાળકી પર દુષ્કર્મ આંચર્યું હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો હતો. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, આ કેસ અંજારના બીજા અધિક સ્પેશિયલ ન્યાયાધીશ સમક્ષ ચાલી ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે આ કેસમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી શખ્સને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા તથા 50 હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ પીડીતાને રૂા.ચાર લાખ વળતર તરીકે ચુકવવા પણ આદેશ જાહેર કરાયો છે. ઉપરાંત આ કેસમાં કોર્ટ જુબાનીમાં ફરી ગયેલા પંચો વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવા અને તપાસમાં કરેલ ખામીનાં કારણોસર તપાસ કરનાર અધિકારી વિરુધ્ધ કાયદાકીય પગલાં લેવા  અંગે ચુકાદામાં ઠરાવવામાં આવ્યુ છે.