મીઠીરોહરમાં જમીન પર ગેરકાયદે બાંધકામ કરનાર પાંચ શખ્સો વિરુદ્ધ લેન્ડગ્રેબિંગની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ

jameen

copy image

copy image

   ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરમાં જમીનમાં  ગેરકાયદે બાંધકામ કરનારા  પાંચ શખ્સો  વિરુદ્ધ પોલીસ મથકે લેન્ડગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 14-2-2024 થી તા. 20-2-2025 સુધીના સમયગાળા દરમ્યાન બન્યો હતો. આરોપી શખ્સોએ આ બનાવના ફરિયાદી પુલકિતકુમાર રાજીવકુમાર ગુપ્તાની જમીનમાં દબાણ જમીનમાં ગેરકાયદે ઓરડીઓ બનાવી જમીન પચાવી પાડેલ હતી. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.