અમરાપરમાં એક પરીણીતા પર છરીની અણીએ દુષ્કર્મ ગુજારનાર હવસખોર વિરુદ્ધ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
copy image

અંજાર ખાતે આવેલ અમરાપરમાં એક પરીણીતા પર છરીની અણીએ દુષ્કર્મ ગુજારયું હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અમરાપરમાં દુધઈના ઈશમે પરિણીતાને ધાકધમકી આપી દુષ્કર્મ આંચરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે ભોગ બનનાર પરિણીતાએ આરોપી ઈશમ વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપીએ પરિણીતાનાં ઘરમાં અપપ્રવેશ કરીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપેલ હતી ઉપરાંત ક્યારેક છરી તો ક્યારેક લોખંડનો પાઈપ બતાવી મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ આંચર્યું હતું. વધુમાં સૂત્રો જણાવી રહયા છે કે, આ હવસખોર છેલ્લાં પાંચ વર્ષથી આ કૃત્ય આંચરી રહ્યો હતો. આખરે આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.