કેબલચોરીના ગુનામાં સંડોવાયેલા વરનોરાના બે આરોપીને પોલીસે ઝડપ્યા

copy image

copy image

કેબલચોરીના ગુનામાં સંડોવાયેલા વરનોરાના બે આરોપીને આરોપી શખ્સને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ દબોચી લીધા છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,  નખત્રાણા પોલીસ મથકમાં નોંધાયેલા કેબલચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી શખ્સો વરનોરા-ભુજ માર્ગ પર અત્યારે હાજર છે. મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી આરોપી ઈશમોને પોલીસે દબોચી લીધા હતા. ઉપરાંત જાણવા મળી રહ્યું છે કે આ ગુનાના અન્ય બે આરોપી પોલીસની પકડથી દૂર હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી કુલ રૂા. 3.01 લાખનો મુદ્દામાલ હસ્તગત કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.