ભચાઉના નેરમાં પરિણીતાને ધાકધમકી કરી દુષ્કર્મ આંચરનાર હવસખોર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

rape-1575523127-1596770091

copy image

copy image

 સૂત્રો જણાવી રહ્યા છે,  ભચાઉના નેરમાં પરિણીતાને ધાકધમકી કરી દુષ્કર્મ આંચરનાર હવસખોર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  આ બનાવ ગત તા. 1-10-2024 થી 31-1-2025ના સમયગાળા દરમ્યાન બન્યો હતો. આરોપી શખ્સે ભોગ બનનાર પરિણીતાના પતિ વિરુદ્ધ દાખલ  થયેલા કેસમાં  છોડાવાની લાલચ આપી મરજી વિરુદ્ધ ખેતરમાં બળાત્કાર ગુજાર્યો હતો ઉપરાંત ફરિયાદીનાં ઘરમાં પણ અવારનવાર અપપ્રવેશ કરીને દુષ્કર્મ આચર્યું હતું. વધુમાં જાણવા મળી રહ્યું છે કે ભોગ બનનાર પરિણીતાના ફોટા પાડી વાયરલ કરવાની તેમજ દીકરાને મારી નાખવાની ધમકી પણ આરોપીએ આપેલ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.