અંજારમાં જૂના ઝઘડાનું મનદુ:ખ રાખી છ ઈશમોએ એક પરીવાર પર કર્યો હુમલો
copy image

અંજારમાં જૂના ઝઘડાનું મનદુ:ખ રાખી છ ઈશમોએ એક પરીવાર પર હુમલો કરી ઘરમાં તોડફોડ કરી દીધી હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો હતો. આરોપી અને ફરિયાદી વચ્ચે બે વર્ષ અગાઉ થયેલ ઝગડાના કારણે આરોપીઓએ આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ રાતના બે વાગ્યાના સમયે બન્યો હતો. આ સમયે ત્રણ મહિલા સહિત કુલ છ શખ્સો ફરિયાદીના ઘરમાં ઘૂસી આવ્યા હતા. પ્રથમ આરોપી શખ્સ ફરિયાદીના ઘરે ગયેલ હતો અને તેના ઘરની તપાસ કરવા કહ્યું હતું. જેથી ફરિયાદીએ સવારે આવવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે બાદમાં દરવાજો જોરથી પછાડી ઘરના અન્ય લોકોને બોલાવી લાકડી-ધોકા વડે હુમલો કરી દીધો હતો. ઉપરાંત આરોપીઓએ ઘરમાં તોડફોડ કરી નાખી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.