ફરી એક વખત વેસ્ટ પોર્ટ મુંદ્રાથી તણાઈને દરિયાકિનારે આવેલા ચરસનું પેકેટ ઝડપાયું

charas

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે ફરી એક વખત વેસ્ટ પોર્ટ મુંદ્રાથી તણાઈને દરિયાકિનારે આવેલા ચરસનું પેકેટ પોલીસે મળી આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન આ જથ્થો મળી આવેલ છે. કોઈ અજાણ્યા શખ્સોએ મંગાવેલ ચરસનો જથ્થો કચ્છના દરિયાઈ માર્ગેથી હેરાફેરી સમયે કોઈ કારણોસર બિનવારસુ હાલતમાં વેસ્ટ પોર્ટથી પૂર્વ બાજુના દરિયાકિનારે તણાઈને પહોંચી આવેલ હતો. આ મુદ્દામાલની તપાસ કરવામાં આવતા તેનું કુલ વજન 8.650 કિલોગ્રામ કિ. રૂા. 13,50,000નો જથ્થો મળી આવેલ હતો. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ આરંભી હોવાનું સામે આવ્યું છે.