લખપતની શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાને સીઆરસી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનો મામલો સપાટી પર

વર્તુળોમાંથી માહિતી મળી રહી છે લખપતની શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાને સીઆરસી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ લખપતના અંતરિયાળ ગામની શાળામાં છેલ્લા સાતેક વર્ષથી ફરજ બજાવતા પરિણીત શિક્ષિકાને સીઆરસી દ્વારા એકાદ વર્ષથી મોબાઈલ પર ફોન કરી જબરજસ્તીથી લગ્ન માટે દબાણ કરાઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત આ વાત ન માટે તો પતિ અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવેલ છે. દરરોજના આ માનસીક ત્રાસના  કારણે શિક્ષિકા હાલ રજા પર  ઊતરી ગયા છે ઉપરાંત તેમણે તાલુકાફેર બદલી પણ કરાવી લીધી છે, પરંતુ પૂરતો સ્ટાફ ન હોવાથી શાળામાંથી છૂટા કરાય તેમ ન હોવાથી યોગ્ય ન્યાયની માંગ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.