ગાંધીધામમાં ઈલેકટ્રીક વાહનના શોરૂમમાં  એકાએક આગ ફાટી નીકળી : 13 ઈલેકટ્રીકટ વાહનો બળીને થયા ભશ્મ

image-159

copy image

copy image

ગાંધીધામમાં ઈલેકટ્રીક વાહનના શોરૂમમાં  એકાએક આગ ફાટી નીકળતા ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના જુના એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલા પ્લોટ નં. 590 ઉપર ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ ઈલેકટ્રીકટ વાહનમાં વહેલી સવારમાં આગ ભભૂકી ઉઠી હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ બનાવ અંગે જાણ થતાં જ મહાનગરપાલિકા અને કંડલા ટિમ્બર એસોની અગ્નિશમનદળની ટીમ તાત્કાલિક બનાવ સ્થલપર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. થોડા સમયમાં અગ્નિશમનદળની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનુ કારણ હજુ સામે આવ્યું નથી. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં કુલ 13 ઈલેકટ્રીકટ વાહનો બળીને ભશ્મ થયા છે.