કોડિનારની શિંગોડા નદીમાં એક સાથે 9 મગર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ

કોડિનારની શિંગોડા નદીમાં 30 જેટલા મહાકાય મગરો હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઘાંટવડ ગામની શિંગોડા નદીમાં 30 જેટલા મહાકાય મગરો હોવાના અહેવાલો સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી આવ્યો છે. મગરની વધતી જતી વસ્તી માનવ જીવન માટે ખતરા સમાન સાબિત થઇ છે. એક સાથે 9 મગર ઘાંટવડની શિંગોડા નદીમાં જોવા મળી આવ્યા હતા. અવાર નવાર આ સ્થળ પર મગર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.