સુરતમાં આગની ઘટનાઓમાં વધારો : વેસુ વિસ્તારમાં એક બંગ્લામાં આગ ભભૂકી ઉઠતાં તમામ સરસામાન બળીને ભશ્મ

ઉનાળાની શરૂઆત થઈ જ છે કે, સુરતમાં આગની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. વેસુ વિસ્તારમાં સિટીલાઈટમાં આવેલી નૂપુર હોસ્પિટલની બાજુમાં સંગમ સોસાયટીના બંગલામાં આ આગનો બનાવ બન્યો હતો. સૂત્રો જણાવી રહ્યા છે, વેસુ વિસ્તારમાં એક બંગ્લામાં આગ ભભૂકી ઉઠતાં તમામ સરસામાન બળીને ભશ્મ થયો હતો. આ બંગ્લાના બેડરૂમમાં રાખેલ એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવ્યું છે. આ બનવાની જાણ થતાં જ તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં ફર્નિચરનો તમામ સામાન ભળીને ભશ્મ થયો છે.