બોટાદમાં બાઈક ચાલક પર ખાનગી સ્કુલ બસ પૈડાં ફરી વળતાં મોત

accident

copy image

accident
copy image

બોટાદ ખાતે આવેલ પાળીયાદ રોડ હવેલી ચોક નજીક ખાનગી સ્કુલ બસ નીચે આવી જતાં બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું છે. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખાનગી સ્કૂલની બસે બાઈકચાલકને કચડતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેમાં આ બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ આદર્શ ખાનગી સ્કુલની બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રોડ પર ટ્રાફિકમાં ફસાયેલી બસ આગળ વધી રહી છે. ત્યારે બાજુમાંથી ચાલતા બાઈકચાલકે બસની આગળથી વળવા ગયો. જેથી બાઈકને બસની ટક્કર વાગતાં તે નીચે પડી ગયો અને તેની ઉપરથી બસના પૈડાં ફરી વળ્યા હતા. આ બનાવમાં ઘાયલ થયેલ આ બાઈકચાલકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત થયું છે.