આદિપુરમાં લગ્ન પ્રસંગ દરમ્યાન કિશોરનો મોબાઈલ સેરવાયો
copy image

આદિપુરમાં લગ્ન પ્રસંગ દરમ્યાન કિશોરના મોબાઈલની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવમાં ફરિયાદી શંકર રાયશી મહેશ્વરી અને તેમનો દીકરો લગ્નપ્રસંગે ગયા હતા. ત્યારે જમી લીધા બાદ ફરિયાદીનો દીકરો હાથ ધોવા ગયો હતો જ્યાં તેણે એક વાહન ઉપર પોતાનો રૂા. 13,999નો મોબાઇલ મૂકયો હતો અને હાથ ધોઇને પરત આવતાં આ મોબાઈલ તે સ્થળ પર જોવા મળી આવેલ ન હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.