અબડાસાના વાગોઠ ગામમાં એક રહેણાક ઘરના આંગણામાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું

image-168

copy image

copy image

અબડાસા ખાતે આવેલ વાગોઠ ગામમાં એક રહેણાક ઘરના આંગણામાં ગાંજાનું વાવેતર એસઓજીએ ઝડપી પાડ્યું છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતીતે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળી કેવાગોઠમાં દીપજ્યોતિ ક્લિનિક નજીક રહેતા ભરત વલ્લભભાઈ સલાટ નામના શખ્સે પોતાના કબજાના રહેણાક ઘરના આંગણામાં ગાંજાનું વાવેતર કરેલ છે. મળેલ બાતમીના આધારે એસઓજીની ટીમે કાર્યવાહી હાથ ધરી હકીકત વાળા સ્થળ પર આંગણામાં વાવણી કરેલા વનસ્પતિજન્ય ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું.હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.