લખપતના ઘડુલી-લખપત માર્ગ પર આવેલ મોરા સીમ વિસ્તારની ત્રણ વાડીમાંથી એક સાથે વાયરની થઈ ઉઠાંતરી

copy image

copy image

લખપતના ઘડુલી-લખપત માર્ગ પર આવેલ મોરા સીમ વિસ્તારની ત્રણ વાડીમાંથી વાયરની  તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે  લખપત તાલુકાના નાની વિરાણી રહેતા ખેડૂત ભવાનભાઇ કાનજીભાઇ પટેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. જે અનુસાર તા. 22/2થી બીજા દિવસ સવાર સુધીના સમયગાળા દરમ્યાન મોરા સીમ વિસ્તારમાં ફરિયાદીની વાડીમાંથી મોનો બ્લોકનો કેબલ આશરે 150 ફૂટ કિં.રૂા. 8000 ગુમ જણાયો હતો. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ મામલે વધુ તપાસ કરતાં બાજુમાં આવેલ પરેશભાઇ રતિલાલભાઇ પટેલની વાડીમાંથી પણ 120 ફૂટ ઉપરાંત મહેશભાઇ જયંતીભાઇ પટેલની વાડીમાંથી પણ 100 ફૂટ જેટલા વાયરની તસ્કરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.