મહાકુંભથી પરત થતી વેળાએ મધ્યપ્રદેશમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત : છ ના ઘટના સ્થળે જ મોત બે ઘાયલ

image-170

copy image

copy image

મધ્યપ્રદેશ ખાતે આવેલ જબલપુરના પહેરવા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં છ લોકના મોત થયા હતા. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભથી જબલપુર જતી વેળાએ આ અકસ્માત સર્જાયો હતો. સર્જાયલ અકસ્માતમાં ગાડી એક ઝાડ સાથે ભટકાયા બાદ ડિવાઈડર કૂદી રોંગ સાઈડ પર જતી રહી હતી. જ્યાં બીજી તરફથી આવતી બસ ઘૂસી જતાં ધડાકાભેર ટક્કર થઈ હતી. જાણવા મળી રહ્યું છે કે આ ગોઝારા બનાવમાં છ લોકોના બનાવ સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થયા હતા. તેમજ બે ઘાયલ થયા છે.