નખત્રાણામાં શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનમાં શિવના અનોખા નાગદાદાના ભાવી ભક્તોને દર્શન થયાં

આજ રોજ નખત્રાણા બેરું રોડ જંગલમાં શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ પ્રસંગ અનુરૂપ પૂજ્ય સંત શ્રી દિલિપ દાદા કાપડી મોરજર અખાડા તેમજ પૂજ્ય સંત શ્રી જગજીવન દાસજી આશ્રમ પર આવી વચન આપ્યા હતા તેમજ પ્રાણપ્રતિષ્ઠાના પહેલા શિવલિંગની સ્થાપના થાય તે પૂર્વે જ મદિરમાં શિવના અનોખા નાગદાદાના ભાવી ભક્તોને દર્શન થયાં હતા. છેલ્લા દસ વર્ષથી પૂજારી શ્રી છગનગિરિ અરજનગિરિ ગોસ્વામી દ્વારા અનેક પ્રયાસથી આ મંદિરનુ નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રસંગે સહયોગી એવા શૈલેષસિંહ મુકેશભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ મનસુખ ભાઈ પટેલ, રામભાઈ બાબુ, સુભાષભાઈ જોશી, પ્રેમજીભાઈ કેશરાણી, નટવરભાઈ રયાણી તેમજ પ્રવીણભાઈ રયાણી, મેહુલભાઈ કેશરાણી તેમજ ભાવી ભક્તો દ્વારા આ આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું.
રિપોર્ટ બાય
JR ગોસ્વામી નખત્રાણા