મુંદ્રામાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં બે યુવાન મિત્રોએ જીવ ગુમાવ્યો

accident

copy image

accident
copy image

મુંદ્રામાં ગત રવિવારના રાતના સમયે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં બે મિત્રોના મોત થયા છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રવિવારની મધ્ય રાત્રીના સમયે લાખાપરનો યુવાન સુરેશ કોલી પોતાની બાઈક લઈ તેની સાથે તેના મિત્ર વિશાલને લઈને મુંદ્રાના ટી પોઈન્ટ સર્કલથી રાસાસાપીર તરફ જઈ રહ્યા હતા તે સમયે અજાણ્યાં ભારે વાહને બાઈકને હડફેટમાં લેતા આ બંને મિત્રો નીચે પટકાયા હતા બાદમાં મહાકાય ભારે વાહનના પૈડાં તેમના પરથી ફરી વળતાં બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. આ મામલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.