રાજકોટ જેતલસર ગામમાં ખેડૂત પર સિંહે કર્યો ઘાતકી હુમલો
copy image

રાજકોટ ખાતે આવેલ જેતપુરના જેતલસર ગામમાં ખેડૂત પર સિંહે ઘાતકી હુમલો કરી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જેતપુરના જેતલસર ગામમાં સિંહે ખેડૂત પર હુમલો કરતા ખેડૂત ઘાયલ થયો હતો. સિંહના હુમલાથી લોહી લુહાણ હાલતમાં ખેડૂત તનસુખભાઈ ઠુંમરને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. આ બનાવની જાણ વનવિભાગને કરવામાં આવતા રેન્જ અધિકારી પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.